દસ વરુણ સોનલબાને પોતાના મનમાં જે ગડમથલ ચાલી રહી છે તે કેવી રીતે રજુ કરશે એ બરોબર નક્કી કરે ત્યાં જ રેસ્ટોરન્ટનું બારણું ખુલ્યું અને સોનલબા એમાંથી અંદર પ્રવેશ્યા. વરુણે પોતાની જ બેઠક પરથી હાથ હલાવીને એમનું ધ્યાન ખેંચ્યું. જવાબમાં સોનલબાએ સ્મિત આપ્યું. આજે સોનલબાએ સફેદ રંગના ફૂલોની ડિઝાઈન વાળા રાજસ્થાની ચણીયા ચોળી પહેર્યા હતા એના પર આછા ગુલાબી રંગની ઓઢણી હતી જેને તેમણે કાયમની જેમજ માથા પર ઓઢી હતી. આ પ્રકારના પહેરવેશમાં સોનલબા આટલી નાની ઉંમરે પણ જબરો ઠસ્સો ધરાવતા હતા. વરુણ ઓલરેડી એક ખુરશી પર બેસી ગયો હતો એટલે સોનલબા એની સામે એટલેકે રેસ્ટોરન્ટના દરવાજા તરફ પોતાની