ઇમાનદારી - એક સત્ય ઘટના

(11)
  • 2.8k
  • 878

એક ગામડીયુ ગામ. ગામમાં પટેલોની જ વસ્તી. આશરે દોઢસો થી બસો ઘર માંડ હશે એ ગામમાં. તેમાં એક માત્ર ઘર હતું પૂજારી પરિવારનું. જંગલમાં આવેલા અતિ પ્રાચીન અને સ્વયંભૂ મહાદેવના મંદિરની તેઓ પૂજા કરતા. એ પરિવારનો નાનો દીકરો સવારે મહાદેવની પૂજા કરે અને ત્યારબાદ રીક્ષા ચલાવે. તેની ઉંમર પચીસ વરસની હશે. તે ખુબ જ ઉદાર અને પ્રામાણિક હતો. કોઈને ગમે ત્યારે કામ હોય -પછી દિવસ હોય કે રાત, જરૂરી કામ આવી પડે એટલે બધા તેને જ બોલાવે. કોઈને અચનાક હોસ્પિટલ જવાનું થાય તો તે અડધી રાતે તે તૈયાર થઇ જાય. સામાજિક કાર્યોમાં તે હંમેશા અવ્વલ જ હોય.