જ્યારે પણ જે કામમાં આપણને સારું કરવાની પ્રેરણા મળે ને એ કામ જરુર કરવું જોઇએ અને એ સારા કામોમાં આપણને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે અને એમાંથી બહાર નીકળવાના તમામ પ્રયત્નો બાદ સફળતા મળે ને એ આપણી સાચી ઓળખ ઉભી કરી જાય છે, કાજલ તો અદ્રશ્ય થઈ ગઈ હતી પણ હું સવાર પડવાની રાહ જોતો હતો અને જેવી સવાર પડે તે તરત જ અવિનાશને કોર્ટ બોલાવીને પેલા બધા સબુત અને ગવાહ તો મારી સાથે જ હતી એટલે એનો કોઇ પ્રશ્ર્ન રહેતો ના હતો બસ બધું સેટ હતું અને હું એ કેસના વિચારોમાં ક્યાંરે સુઇ ગયો એની ભાન