પ્રિંસેસ નિયાબી - ભાગ 38

(21)
  • 4.3k
  • 2
  • 1.5k

અગીલાએ નિયાબીની નજીક જઈને કહ્યું, નિયાબી ખોજાલે પોતાની શક્તિઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. હવે આપણે કઈક કરવું પડશે.નિયાબીએ માથું હલાવી હા કહ્યું.બીજી તરફ ઓનીર, માતંગી અને ઝાબી બરાબર સૈનિકોના દાંત ખાટાં કરી રહ્યા હતા. યામનના લોકો પણ બરાબર લડી રહ્યા હતા. નાલીન પોતાના મહેલમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. એનું મન ઉચાટમાં હતું. ઘણો સમય થયો પણ હજુ સુધી કોઈ સંદેશો આવ્યો નહોતો. ત્યાં એક જાસૂસ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, રાજા નાલીન પ્રણામ.નાલીન તરત જ બોલી પડ્યો, શુ સંદેશો લાવ્યા છો? જાસૂસ: રાજા નાલીન સંદેશો સારો નથી. કંજની સાથે મળી યામનની પ્રજાએ બળવો કરી દીધો છે. એ બધા સેનાપતિ ખોજાલ