હોરર એક્સપ્રેસ - 35

  • 2.9k
  • 1.1k

તેના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો આખું વાતાવરણ બદલવા લાગ્યું ત્યારે કશું અજુગતું થઈ રહયું હતું.પાછો બદલાવ થઈ રહ્યો હતો અને તે તો અજનબી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો. કશુંક નવું કરવા જઈ રહ્યો હતો તે રેલવેના પાટાની આગળ દુઃખ ભરી નજરે જોઈ રહ્યો હતો. વિજય રેલવેના પાટા જોઈ રહ્યો હતો થોડી ક્ષણો બાદ જ્યારે વિજય તેની આ અદભૂત શક્તિમાંથી ભાનમાં આવ્યો ત્યારે તેને તે રેલવેના પાટા યાદ આવે છે કે તેની સામે હોવા છતાં થોડી વાર માટે સભાનતા થી દૂર ચાલ્યો ગયો હતો.હવે તે ભાન મા આવ્યો હતો અને આગળ વધવા માટે તત્પર... રેલવેના પાટા સુધી પહોંચવું એક અશક્ય લાગ્યું