મે પાછળ તરફ ફરીને જોયું. એ હાથ વંશિકાનો હતો. અચાનક હાથ મુકવાના કારણે હું શોક થઈ ગયેલો. મારી નજર વંશિકા પર પડી. એને બ્લેક કલરનું ફૂલ સ્લીવવાળું ટીશર્ટ પહેર્યું હતું અને બ્લુ લાઈટ જીન્સ પહેરેલું હતું. એના આ લૂકમાં એ હમેશા સુંદર લાગતી હતી. આજે એનો એજ લૂક હતો જે મેં પહેલીવાર એને ઉસમાનપુર ચાર રસ્તા પર જોઈ હતી ત્યારે હતો. એની આંખો હમેશા મને ઘાયલ કરવા માટે કાફી હતી. હું એને એમજ એકીટશે જોઈ રહ્યો હતો. વંશિકા : રુદ્ર…રુદ્ર….હું : હા, બોલ.વંશિકા : ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા ?હું : ક્યાંય નહીં, કાંઈ નહોતો વિચારતો.વંશિકા : તો મારી સામે કેમ જોઈ