ભોંયરાનો ભેદ - 1

(50)
  • 11.8k
  • 6
  • 7.1k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા ( કિશોર સાહસકથા, ૧૯૮૨ ) પ્રસ્તાવના ગુજરાતી બાલસાહિત્યે અનેકઅનેક અવનવાં ક્ષેત્રો ખૂંદી નાખ્યાં છે. બાળસાહિત્યમાં પરીકથા તો હોય જ. હાસ્યકથા, ચાતુરીકથા, પ્રાણીકથા વગેરેના ક્ષેત્રે પણ એણે ખૂબ જ ગતિ ને પ્રગતિ કરી છે. પરંતુ ઘણાં વરસોથી સારા કિશોર સાહિત્યની આપણે ત્યાં ખોટ વર્તાયા કરી છે. સાહસકથા, વિજ્ઞાનકથા, રહસ્યકથા, પ્રવાસકથા વગેરે કિશોરો માટેના વાર્તાપ્રકારો છે. એ દિશામાં ૧૯૬૮માં શ્રી યશવન્ત મહેતાએ ‘કુમારકથામાળા’ આપી તે એક પ્રયોગ હતો. એ જ શ્રેણીમાં ‘ગ્રહોનો વિગ્રહ’ જેવી મૌલિક વિજ્ઞાનકથા પણ હતી. આમ છતાં, ગુજરાતી ભાષામાં સારા કિશોર સાહિત્યની ખોટ રહ્યા કરી છે તે જાણીતી વાત છે. આ પુસ્તકોમાં ૧૨ થી ૧૬