પગરવ - 6

(79)
  • 6k
  • 5
  • 3.4k

પગરવ પ્રકરણ - ૬ માણસોથી ભરેલો એ છકડો આવે એ પહેલાં તો છાંટા ચાલું થઈ ગયાં. ઓટો આવતાં જ સમર્થે ઓટોવાળાને પૂછ્યું તો એ તરફ જ જઈ રહી છે... એકલાં જેન્ટ્સ જ છે છકડામાં એક પણ લેડીઝ નથી. ચોમાસાનો આ પહેલો વરસાદ છે એટલે કશું જ કહી ન શકાય. વળી આ સાઈડનો વિસ્તાર પણ એટલો જાણીતો નથી કે થોડો પણ વરસાદ આવ્યાં પછી શું પરિસ્થિતિ થાય છે...આથી સમર્થે કહ્યું, " સુહાની બેસી જઈએ આ છકડામાં..." સુહાની થોડી કચવાઈ...આ બધાંની વચ્ચે કેવી રીતે બેસીશ‌ અંદર... ત્યાં જ સમર્થે ઈશારાથી સુહાનીને એક આત્મવિશ્વાસ બતાવતાં ઈશારામાં ક્હ્યું, " હું છું ને ?? "