અંગારપથ. પ્રકરણ-૬૨

(197)
  • 10.6k
  • 9
  • 5.1k

અંગારપથ. પ્રકરણ-૬૨. પ્રવીણ પીઠડીયા. દૂર્જન રાયસંગા એકાએક સન્નાટામાં આવી ગયો. ગોવા પોલીસની સબ ઈન્સ્પેકટર ચારું દેશપાંડેને યોટની કેબિનમાં બિન્ધાસ્ત ધૂસતાં જોઇને તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. કંઈક ખોટું હોવાની ફિલિંગ્સ્ તેના ધબકારા વધારી ગઈ. તેનો પ્લાન અહીથી પલાયન કરી જવાનો હતો, લગભગ તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી છતાં છેલ્લી ઘડીએ કોણ જાણે કેમ, એક પછી એક નવી-નવી મુસીબતો ઉભી થઇ રહી હતી જેનાથી તેનું દિમાગ ચકરાઈ ઉઠયું હતું. તેના હાથમાં ચળકતી ગનનું નાળચું ચારુંની પહેલાં કેબિનમાં દાખલ થયેલા અભિમન્યુ તરફ તકાયેલું હતું. અભિમન્યુ બરાબર તેની સામે આવીને ઉભો રહી ગયો હતો. ચારું સાવચેતીથી કેબિનમાં ઉભેલા લોકોની હરકતો