નામ જાણીને ખુશ થયેલ જૈમિક આજે પોતાને એક પ્રશ્ન પૂછે છે કે જે માણસ દૂર રહેવાનું કહેતું હતું એને મારી સાથે વાત કરી તો શું હું એમ માની શકું કે એ મને સારા માણસમાં ગણે છે અને જો એવું છે તો હું એની એ માન્યતા હકીકતમાં બદલવા બંધાયેલો છું. હવે ધીમે ધીમે ફોન વધવા લાગ્યા રાત્રીના નક્કી સમયમાં તો ફોન હોય જ પણ ઇચ્છા થાય ત્યારે ભાઈ બહેનને ગમે ત્યારે ફોન કરે અને એની બહેનપણી એની સાથે જ ક્લાસરૂમમાં હતી તો આખો દિવસ એ એની બહેન સાથે જ હોતી