ફરી મોહબ્બત - 8

(15)
  • 3.4k
  • 1
  • 1.5k

“ફરી મોહબ્બત” ભાગ :૮ ઈવા સાથે સગાઈ આખરે થઈ જ ગઈ એ વાતથી અનય ખૂશનુમા જીવવા લાગ્યો. સગાઈની રાતે થયેલી ઘટનાને એ સપનું સમજી ભૂલી જાય એમાં જ ભલાઈ સમજી. સગાઈ બાદ બંને પોતપોતાના કામધંધે લાગી ગયા.***"પહેલી બાર મિલે હૈ, મિલતે હી દિલ ને કહાઁ મુજે પ્યાર હો ગયા." સગાઈ બાદ ઓફિસમાં પ્રવેશતાં જ એક આશિકની માફક એકદમ પ્રેમમાં પડી અનય લીટરલી સ્ટાફને પણ સંભળાય એવી રીતે જોરથી સોંગ ગાતો પોતાનાં કેબિન તરફ જવા લાગ્યો. ત્યાં જ વારાફરતી અનયને સ્ટાફ કૉંગ્રેટ્સ કરતાં હાથ મેળવવા લાગ્યા. અનયની ઓફિસમાં કામ કરતું સ્ટાફ નાનું જ હતું. અનય પોતે જ નવજુવાન હતો. સ્ટાફમાં પણ અમૂકજણને છોડીને