સમાંતર - ૧૫ આગળના ભાગમાં આપણે જોયું કે થોડા દિવસ ઔપચારિક મેસેજ પછી પહેલી વાર નૈનેશ અને ઝલક વચ્ચે મેસેન્જર્ માં અર્થ મૂવીને લઈને એક સુંદર ચર્ચા થાય છે. આ ચર્ચા ઝલકના એક ફોટા ઉપરથી શરૂ થાય છે, જે આગળના દિવસે થયેલી કોઈ પાર્ટીના હોય છે. એ ફોટામાં ઝલકના સ્મિતને જોઈને નૈનેશને અર્થ મૂવીના ગીતની પંક્તિ યાદ આવે છે અને એ ઝલકને એ પંક્તિ મેસેજ કરે છે. એ પંક્તિ ઝલકને પહેલા તો કોઈની યાદ અપાવી જાય છે, અને પછી પાર્ટીમાં થયેલો કોઈ બનાવ. હવે આગળ... ***** નવરંગપુરા અને થલતેજ વચ્ચે લાંબુ અંતર અને રસ્તામાં જોરદાર ટ્રાફિક છતાં રાજ અને ઝલક