પ્રસ્તાવના: નમસ્તે મિત્રો,નવલકથાનો ત્રીજો ભાગ આપની સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવાય છે. તમારો સમય ન બગડતાં.... આગળના ભાગમાં અત્યંત ગરીબીનો સામનો કરતા લાચાર બંને,ઈલા અને રામુ શંકરશેઠની સાથે તેના જુનવાણી તોયે ભવ્ય મકાન માં પ્રવેશ કરે છે. હવે આગળ: દુકાન નો દરવાજો ખોલી શેઠ અંદર પ્રવેશ્યા, તમે બંને અંદર આવતા રહો. બંને ભાઈ-બહેન ડરતા ડરતાં અંદર ગયા. શહેરી ઢબે હારબંધ ગોઠવેલી કાચની બરણીઓ, ટેબલ-ખુરશીની સરસ મજાની ગોઠવણી, આવતલ માણસની નજર હારબંધ વસ્તુઓને ઉપરથી જ ફરી જાય એવી ! મોટી મોટી બરણીઓ કોઈ માં ચોખા, મગ, અડદ ,ખાંડ ,સાકર, ભૂકી