વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૪

(24)
  • 6.5k
  • 1
  • 3.1k

દેવલ ખેતરે ચાહટ્યો વાઢવા ગઈ હતી. સમશેરસિંઘ કોઢમાંથી બળદ કાઢી, ગાડું જોડી દેવલે વાઢેલ નિરણ લેવા માટે નીકળી ગયા હતા. કાશીબા અને સરસ્વતી ઘરનું આડું-અવળું કામ કરી રહ્યા હતા. કરણુંભા ડેલીમાં ખાટલા પર બેઠા બેઠા રૂપાથી મઢેલ હુક્કો ગગડાવી રહ્યા હતા. સવારના લગભગ નવેક વાગ્યા હશે. કહેવાય છે કે ઉગતી સવાર રોજ સારો અથવા ખરાબ એક નવો વિચાર લઈને આવે છે. આજે કરણુંભાના મગજમાં પણ એક વિચાર ઘુમવા લાગ્યો હતો. આજે એ જ વિચારથી એ ડાલામથો માણસ હુક્કાની ગળાકુ સાથે પીગળતો જતો હતો. હંમેશા કાવાદાવા રમનાર માણસની અંદર આજે