મંદબુધ્ધિ કોણ...? ભાગ-૫ ભાગ-૪ માં આપણે વાંચ્યું કે સેજલ પડી ગઇ હોઇ તેને દવાખાને પાટાપીંડી કરી અમે ઘરે લઇ આવ્યા અને થોડા દિવસ પછી ડોક્ટરે પાટો કાઢી નાંખ્યો. અને સેજલ પહેલા જેટલી સુંદર અને ક્યુટ દેખાતી તેવી જ ફરી દેખાવા લાગી પણ.....!! હવે આગળ... પણ સેજલના હાવ-ભાવમાં થોડો બદલાવ જોવા મળ્યો. અમે સેજલને બોલાવીએ તો એ કોઇ પ્રતિક્રિયા આપતી ન હતી. એક રીતે કહીએ તો એક-બે વર્ષના બાળકને રમાડીએ અને હસાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ બાળકના જે હાવ-ભાવ, રિસ્પોન્સ હોય તે સેજલમાં દેખાતા ન હતાં. જાણે સેજલ અમને ઓળખતી ન હોય અથવા તેના મગજ સુધી જે-તે પ્રતિક્રિયાનો સંદેશ પહોંચતો