એ ભિખારી...

(11)
  • 4.6k
  • 1k

સ્નેહા અને રાહુલ એટલે કોલેજમાં પ્રખ્યાત પ્રેમીપંખીડા. સ્નેહા અને રાહુલ બંને કોમર્સ કોલેજના સિતારા તો હતા જ સાથે બહુ સમૃદ્ધ ન કહી શકાય તેવા મધ્યમવર્ગીય પરિવારના આશાનું કિરણ પણ હતા.સ્નેહા અને રાહુલ ભલે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં પરંતુ કદી બગીચામાં એકબીજાના હાથમાં હાથ નાખી,કોલેજ ની છેલ્લી બેન્ચમાં બેસી સાથનો આનંદ લૂંટતા ન દેખાય. આ તો પ્રખ્યાત જોડી એટલે બધા ઓળખે બાકી ખબર પણ ન પડે કે આ બંને પ્રેમી છે. સ્નેહા કોલેજના ત્રીજા વર્ષમાં પરિણામમાં એકાઉન્ટ વિષયમાં પ્રથમ હતી તો રોનક વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય માં પ્રથમ ભલે બને ભણતા હતા કોમર્સ પ્રવાહમાં પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પાઠ્યપુસ્તકમાં