પુરુષ થી લોખંડી પુરુષ - 1

  • 5.5k
  • 2.3k

ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ અને 21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું. આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું.