“દિલ”ની કટાર.. “માઁ ગંગા”...ગંગા..માઁ ગંગા..સ્વર્ગથી પૃથ્વી પર અવતરણ થઈ આ પવિત્ર નદી. માનવજાતનો ઉદ્ધાર કર્યો.પૌરાણિક કથા પ્રમાણે માઁ ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આવી. એમાં રાજા ભાગીરથનો પ્રયાસ હતો. રામચંદ્ર ભગવાન જેમનાં વંશજ એવાં રાજા ભગીરથે માઁ ગંગાને પૃથ્વી પર લાવવા માટે આકરું તપ કરેલું. સગર પુત્રોનાં જીવની સદગતિ અને મુક્તિ માટે એકજ ઉપાય હતો કે એમનાં એ પૂર્વજનાં અસ્થિ ગંગા નદીમાં વહાવી શકાય તો સદગતિ પામે.માઁ ગંગાનું જળ કેટલું પવિત્ર કે જીવની સદગતિ..મુક્તિ એમાં અસ્થિ પધરાવવાથી થઈ જાય..અને આ સનાતન સત્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી આ માન્યતા અને શ્રદ્ધા ચાલતી આવે છે. સનાતન ધર્મમાં આવી રીતે જ પિતૃતર્પણ કરવામાં