નવ કૃણાલને વરુણે ધરપત તો આપી દીધી કે પોતે સુંદરીથી એટલો બધો આકર્ષિત નથી થયો, પરંતુ એ પોતાની જાતને આ અંગે ધરપત આપી શક્યો નહીં. ઘરે આવીને વરુણ સરખું જમ્યો પણ નહીં. ખબર નહીં પણ કેમ આજે તેને અજબ પ્રકારની બેચેની થઇ રહી હતી. આજે તો રાગીણીબેનના એક રોટલી વધુ ખાવાના આગ્રહને પણ એ માની શક્યો નહીં. સાંજે ઈશાનીએ અલગ અલગ બાબતે વરુણની મજાક ઉડાવી તો એનો વળતો જવાબ પણ તેણે ન આપ્યો. અરે! આજે આખા દિવસમાં તેણે ઇશાનીને એક વખત પણ કાગડી કહીને ન બોલાવી! મોડી સાંજે હર્ષદભાઈએ પણ આદત અનુસાર વરુણની ટાંગ ખેંચવાના અસંખ્ય પ્રયાસ કર્યા પણ