વરસાદી સાંજ - ભાગ-13

(13)
  • 3.7k
  • 2
  • 2k

"વરસાદી સાંજ" ભાગ-13 મિતાંશ સાંવરીને જણાવ્યા વગર સાંવરીના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા પહોંચી જાય છે...હવે આગળ ઘરમાં આવીને પહેલા તે મમ્મી-પપ્પાને પગે લાગે છે. સોનલબેન અને વિક્રમભાઈ વિચારમાં પડી જાય છે. મિતાંશે પોતાની જાતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, " હું મિતાંશ છું, સાંવરી જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીના બોસ કમલેશભાઇનો દિકરો છું. મને સાંવરી ખૂબ ગમે છે અને હું તેની સાથે મેરેજ કરવા માંગું છું. તમારી પાસે તેનો હાથ માંગવા આવ્યો છું. " સોનલબેન અને વિક્રમભાઈ આ વાત સાંભળીને જાણે હેબતાઈ જ ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આ બધું હકીકતથી વધારે સ્વપ્ન લાગતું હતું. વિક્રમભાઈ