આત્માની અંતિમ ઇચ્છા - ૬

(62)
  • 5k
  • 3
  • 2.3k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૬ લસિકાના મરણની નોંધ ગ્રામ પંચાયત કચેરીમાં જોવા ના મળી એટલે લોકેશની ચિંતા વધી ગઇ હતી. લસિકાના મૃત્યુ વિશે ક્યાંથી માહિતી મેળવવી એ તેને સૂઝતું ન હતું. અચાનક તેને વિચાર આવ્યો કે એ સમયનું અખબાર જોવું જોઇએ. તેને તારીખનો તો ખ્યાલ હતો. એ સમયગાળામાં છેલ્લા એક અઠવાડિયાના અખબારો જોવાથી કોઇ માહિતી જરૂર મળવી જોઇએ. લોકેશે કારને શહેરની લાઇબ્રેરી તરફ વાળી લીધી. રસ્તામાં બે-ત્રણ જગ્યાએ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે શહેરમાં એક નાની અને એક મોટી સરકારી લાઇબ્રેરી છે. લોકેશે કારને મોટી સરકારી લાઇબ્રેરી તરફ વાળી. તે લાઇબ્રેરી પર પહોંચ્યો ત્યારે ત્યાં તાળું લટકતું હતું. અને સૂચના હતી કે