(પ્રકરણ દશ)ઘડિકભરમાં જે બની ગયું હતું તેનાથી તન્વી સહિત આખું યુનિટ સ્તબ્ધ થઈ ગયું હતું.તો તન્વીની હાલત અત્યારે સૌથી કફોડી હતી.તેને જાણે ટાઢિયો તાવ ચડ્યો હોય તેમ તે થર થર કાંપી રહી હતી.નતાશાએ શાર્લી ની જે હાલત કરી હતી તે જોઈને તે ડઘાઈ ગઈ હતી. તે બાઘાની જેમ ઘડીકમાં સમીર સામે તો ઘડીકમાં નતાશા અને શાર્લી સામે તાકી રહી હતી અને ત્યાંજ આખાયે કમરામાં નાતાશનું ખડખડાટ હાંસ્ય ગુંજી ઉઠયું. હા..હા..હા .હા..હા…! નહિ છોડૂ…! કોઇને પણ નહિ છોડુ..!ની "ચીશો પાડતા બીજીજ પળે તે "ધબ"ના અવાજ સાથે નીચે