પ્રેમનું વર્તુળ - ૪

(27)
  • 4.6k
  • 1
  • 2.5k

પ્રકરણ-૪ વૈદેહી અને રેવાંશની પહેલી મુલાકાતઘરની ડોરબેલ રણકતા જ વૈદેહીના પિતાએ ઘરનો દરવાજો ખોલ્યો. તેમણે રેવાંશના આખા પરિવારને આવકાર આપ્યો. તેઓ ઘરમાં દાખલ થયા. રેવાંશ, એના માતાપિતા અને એની બહેન બધાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર ઔપચારિક વાતો કરી. અતુલભાઈ એ બધાની ઓળખાણ કરાવી. ઓળખાણ પત્યાં પછી વૈદેહી ટ્રે માં પાણીના ગ્લાસ લઈને આવી. એણે બધાને પાણી આપ્યું. પાણીના ગ્લાસ આપતાં આપતાં એ રેવાંશ પાસે પહોંચી. વૈદેહી અને રેવાંશ બંનેની નજર મળી. બંને એ એક ક્ષણ એકબીજા સામે જોયું અને પછી તરત જ એકબીજા પ્રત્યેથી નજર હટાવી લીધી. વૈદેહી ગ્લાસ પાછા લઈને રસોડામાં જતી રહી. એ શરમાઈ રહી હતી. એને રેવાંશ