મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 8

  • 2.9k
  • 1.4k

રિધિમાંએ ઘરની અંદર જતા પહેલા પોતાનું મોઢું બરાબર સાફ કર્યું અને વાળ સરખા કરી દીધા. એના સારા નસીબે આદિત્ય કઈ કરી શકે એ પહેલાં નીતિનના આવી જવાથી કોઈ નિશાન પડ્યા ન હતાં. કપડાં વ્યવસ્થિત કરી એ અંદર ગઈ. રસોડામાં જઈ પાણી પીધું અને સીધું જ મમ્મીને ભાખરી કરવામાં મદદ કરવા લાગી. આ બધું એની મમ્મીને અજુગતું લાગ્યું, કારણકે દરરોજ રિધિમાં ઘરમાં આવતા જ મમ્મી અને પપ્પાના નામની બૂમ પાડવા લાગતી અને આજે તેનો અવાજ પણ ન આવ્યો. રિધિમાંની મમ્મીએ પૂછ્યું, "શુ થયું રિધુ? તું ઠીક તો છે ને બેટા?" " હા મમ્મી, બસ આજે કામ ખુબ હતું, કોમ્પ્યુટર અને ફોનના