જમ્યા પછી ત્રણેય જણા પોતાના ગાડૅન માં બેઠા. ખૂબ ખુશનુમા વાતાવરણ હતું , સાંજ ના લગભગ પાંચ વાગ્યા હશે. હેલી એ કહ્યું, ‘મોમ લેટ્સ હેવ સમ ટી’ ‘ઓકે બ્લેક ઓર ગ્રીન ટી બેટા’ રાખીબહેને હેલી ને પૂછ્યું. ‘ નો …. ટી વીથ મિલ્ક એન્ડ સુગર લાઇક ઇન્ડિયન ટી’ હેલી ના આ વાક્ય થી બંન્ને ને નવાઇ લાગી પણ રાખીબહેન ચા બનાવવા ઉભા થયા ત્યાં હેલી ફરી બોલી, ‘મમ્મી કડક ચા બનાવજે હોં’ રાખીબહેન જાણે આભા જ બની ગયા હેલી અને ગુજરાતી