તરસ પ્રેમની - ૩૮

(58)
  • 4.7k
  • 7
  • 1.9k

એક રવિવારે બધા રૉકીના ઘરે બેઠાં બેઠાં ગપ્પાં મારી રહ્યા હતા. રૉકી, સુમિત, પ્રિતેશ અને રજત મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા. નેહા,પ્રિયંકા,મિષા અને મેહા મુવી જોતા હતા. મેહાની નજર રજતના ચહેરા પરના હાવભાવ પર જાય છે. મેહા વિચારે છે કે "રજત કેટલો એક્સાઈમેન્ટ છે. એવું તો ધારી ધારીને શું જોય છે મોબાઈલમાં."મેહાએ કોઈને ન સંભળાય એવી રીતના મિષાને કહ્યું"મિષ આ લોકો આટલી એક્સાઈમેન્ટથી શું જોય છે મોબાઈલમાં? હું પૂછી તો જોઉં?"મિષા:- "મેહા એક મીનીટ. તારે કંઈ પૂછવાની જરૂર નથી. મને ખબર છે કે એ લોકો શું જોય છે? કોઈ વીડીયો જોતા હશે."મેહા:- "તો ચાલોને આપણે પણ વીડીયો જોઈએ."મિષ:- "આપણે