મંજીત - 9

(13)
  • 3.1k
  • 2
  • 1.1k

મંજીત પાર્ટ : 9"કોણ છું હું ?? તારી ગર્લફ્રેન્ડ..!! સમજ્યો." ક્રિસ્ટીએ ફરી એ જ ધોહરાવ્યું."જો ક્રિસ્ટી મારી ખોપડી ગરમ થઈ રહેલી છે. તારે નીકળવું જોઈએ. 'આઈ' અત્યારે આવતી જ હશે અને આ તમાશો જોઈને એ પણ બગડી જશે. એમના આવવાના પહેલા આ વાસણ જગ્યા પર મૂકવા દે." મંજીતે જેટલું શાંતિથી સમજાવાનું હતું એટલું એ ધીરજ રાખીને બોલ્યો."મારો જવાબ આપ પહેલા." ક્રિસ્ટીએ પહેલા કરતાં પણ વધુ ચિડાઈને કહ્યું."એયય એય..!! તારી સાથે એક આજે ચોખવટ કરી દઉં છું. જે તું ગલફ્રેન્ડ ગલફ્રેન્ડ કરે છે ને?? બસ્તીમાં બધાને જ ખબર છે એ જ કહેવું છે ને ?? તો એના નગારા તું જ પીટી રહી