પ્રિંસેસ નિયાબી - ભાગ 37

(18)
  • 4.2k
  • 4
  • 1.6k

બીજા દિવસે સવારે ખોજાલના સૈનિકો કંજના દરવાજે આવી ઉભા રહી ગયા. આ જોઈ એ લોકો સમજી ગયા કે આ કેમ આવ્યા છે? બધા એક સાથે બહાર નીકળ્યા.કંજે આગળ વધીને પૂછ્યું, બોલો કેમ આવ્યા છો?એ સૈનિકોનો ઉપરી કોટવાલ બોલ્યો, અમે રાજા નાલીન તરફથી આવ્યા છીએ. રાજાએ તમને બધાને બંધી બનાવી લાવવાનું કહ્યું છે. કંજ: પણ કારણ શુ છે? અમે શુ કર્યું છે?કોટવાલ: એ રાજા નક્કી કરશે. અત્યારે તમે બધા અમારી સાથે ચાલો.ત્યાં સૈનિકોને જોઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. બધા નવાઈ સાથે જોવા લાગ્યા. કંજ: પણ એમ કોઈ કારણ વગર કોઈને આમ પકડી ના જવાય.કોટવાલ: એ અમારે નથી જોવાનું. અમે તો રાજાના હુકમનું