મારી મા - મારી ભગવાન - મલય શાહ

  • 3.9k
  • 1.2k

આજે સવારે દિવ્ય ભાસ્કરમાં ઓનલાઇન એક લેખ વાંચ્યો, વાંચતાં વાંચતાં મારું મન મારી જ અંદર ડોકિયું કરવા લાગ્યું, પ્રથમ એ લેખને સહેજ ફેરફાર સાથે સંક્ષિપ્તમાં રજૂ કરું છું! એક નવદંપતી શહેરમાં નવા ઘરે રહેવા આવ્યું હતું. પતિ-પત્ની બંને સારી જોબ કરતાં હતાં, સુખેથી જીવન વિતાવતાં હતાં. પત્ની પાસે એક નાનું બોક્સ હતું અને એણે પતિને કહ્યું હતું કે, આ બોક્સને તમારે અડવાનું નથી. મારી મમ્મીએ ખાસ મારા માટે આપેલું છે. પતિએ પ્રથમ તો આનાકાની કરી પછી એની વાતને બિનશરતી સ્વીકારીને ભૂલી પણ ગયો. ૨૫ વર્ષના એ દામ્પત્ય જીવનમાં બંને એ ઘણા ઉતાર ચઢાવ જોયા, પણ પત્નીની સૂઝબૂઝથી બધું સરસ પાર