પ્રતિશોધ પ્રથમ અંક - 17

(200)
  • 6.3k
  • 10
  • 3.9k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:17 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન માધવપુરનાં જર્જરિત કિલ્લામાં જવાનું મન બનાવી ચૂકેલાં આધ્યા, રાઘવ, યુસુફ, યુસુફની પત્ની રેહાના, રેહાનાનો ભાઈ જુનેદ અને આધ્યાની બહેન જાનકી એક અંધારિયા રસ્તે આગળ વધી રહ્યાં હતાં. આ રસ્તાનાં પ્રવેશદ્વાર જોડે મળેલાં ત્રણ ક્ષત-વિક્ષત મૃતદેહોને જોયાં પછી મનથી હચમચી ગયાં હોવાં છતાં એ છ જણા ટોર્ચનાં લાઈટનાં અજવાળે પોતાની આગળની સફર તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં. એ રસ્તાની શરૂઆતમાં એક અંધારી ગલી હતી, જે સર્પાકાર હતી. આવી વિચિત્ર રચના આ કિલ્લામાં કેમ બનાવવામાં આવી હતી એ હજુપણ એ લોકો માટે ભારે નવાઈની વાત હતી. રાઘવ હવે એ બાબતે આશ્વસ્થ હતો કે સમીર