જૈમિક પોતાના રૂમ પર પહોંચી જાય છે અને કોઇપણ કારણ વિના બસ ગાંડાની જેમ મનમાં જ હસ્યા કરે છે જાણે સાન ભાન ભુલી ગયો હોય એમજ વર્તાય છે. આમ તો કૉલેજ રોજ જતો જ હતો ખાલી કામ વગરની વાતો કરવા પણ હવે એ છોકરીને જોવાના બહાને રોજ કૉલેજમાં જવાનું વધી ગયું. ક્યારેક એ છોકરી દેખાય તો ક્યારેક ના પણ દેખાય એટલે ક્યારેક અપરંપાર ખુશી તો ક્યારેક હતાશાના કાળા ઘેરા વાદળ એવું થયા કરે. આમને આમ જ અમુક દિવસ હરવા ફરવામાં વીતી ગયા અને એક દિવસ