#KNOWN - 33

(21)
  • 2.5k
  • 1
  • 1.2k

માધવીએ આદિત્યનાં હાથને લઈને નાડી તપાસી જોઈ પણ તેમાં સહેજ પણ ધબકારા નહોતા વાગી રહ્યા. માધવી ચીસો પાડતી રોવા લાગી. તેને આદિત્યનું લોકેટ લઈને હાથે કરીને આદિત્યનાં ગળામાંનું લોકેટ કાઢવાનો પસ્તાવો થવા લાગ્યો. તેને કંઈજ ખબર નહોતી પડતી કે તે શું કરે !! અચાનક માધવીના મગજમાં એક વિચાર આવ્યો.તે ફટાફટ ઉભી થઇ અને પોતાની બેગમાંથી કાંઈક શોધવા લાગી. તેણે બેગને ફંફોસ્યું અને તેમાંથી આત્મા શોધવાનું યંત્ર બહાર કાઢ્યું. તેની આંખોમાંથી હજુ પણ અશ્રુધારા વહી રહી હતી. યંત્ર ખોલીને તે આસપાસ ચાલવા લાગી. માધવી પોતાના પગમાં ધ્રુજારી અનુભવી રહી હતી. અચાનક ગ્રીન લાઈટ થતા તેને સિગ્નલ મળ્યું. માધવીને સહેજ રાહત