ઇશાનને ગોળી મારવામાં આવી, તેના એક કલાક પછી ‘આપણું કામ અડધું પૂર્ણ થયું…’, પરેશે હોટેલના રૂમમાં દાખલ થતાં તે વ્યક્તિને જણાવ્યું, જેણે ઇશાન પર ગોળી ચલાવી હતી. ગોળી ચલાવનાર વ્યક્તિ હતો, વિવેક. ‘પરેશભાઇ... ઇશાનને મારવાથી આપણને શો લાભ થયો? ખજાના સુધી જવાનો માર્ગ તો એ જાણતો હતો...’, વિવેકે બેડ પર લંબાવ્યું. ‘એવું નથી. ઇશાનને તેનો પુર્નજન્મ યાદ કરવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.’, પરેશે પાણીનો જગ ઉપાડી ગ્લાસ ભર્યો. ‘એટલે મારી નાંખવાનો...’, વિવેકે પરેશના હાથમાંથી ગ્લાસ લઇ પોતે પાણી પી ગયો. ‘ના, પરંતુ તેની પાસેથી આપણે જે જાણવું હતું.