ઘણીવાર બાપુના અવસાન પછી બપોરે વાડીએ ભાથું ખાતી વખતે કે પછી સાંજે વાળું વેળાએ મોહનભાઈ અને એમના બા વાતુંએ ચડતા. મોહનભાઈના બા બીજી ઘણી વાતો કરતા પણ એમના બાપુની વાત બહુ ઓછી કરતા જેથી કરીને માં દીકરો સામસામે ના રડી પડે.એક દિવસ એમણે સાંજે વાળું વખતે એની બા ને પૂછી જ વાળ્યું, " હે બા..તને કવ.."" હ..બોલ ને બટા.." મોઢામાં કોળિયો મુકતા એની બા એ જવાબ આપ્યો." બા..આ બાપુ જારે હોય તારે મને કે'તા કે, તારે શેરમાં જાવું હોય તો તું વય જાજે...લગન થાય પસી શહેરમાં જાવું હોય તો જાજે.." આજ સુધી જે સાંભળ્યું હતું એનો વળતો સવાલ આજે મોહનભાઇ