હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૪

  • 4.2k
  • 1.6k

પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ યથાશક્તિ પ્રજાને ખુશ રાખવાના ન્યાયોચિત કાર્યોમાં રસ લેવા લાગ્યો. પિતાશ્રી તેમના મુખ પર ખુશ હોવાનો દેખાવ કરતા હતા પરંતુ તેઓ હ્રદયથી દુઃખી જણાતા હતા. મે તેમની પાસેથી અનેકવાર જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કઈ પણ કળાવા દેતા નહોતા. હું તેમનું દુઃખ કેમ કરીને ઓછું કરી શકું તેજ વિચાર કરતો હતો. એક દિવસ પિતા મહારાજ શાંતનું યમુના તટ પર ફરતા હતા. તેવામાં તેમની નજર યમુના નદીમાં નાવ ચલાવતી એક સુંદર કન્યાને જોઈ. તેઓ તેની નજીક ગયા તો તેમની ઘ્રાણેન્દ્રિય સતેજ થઈ ગઈ.