પડછાયો - 2

(49)
  • 4.1k
  • 1
  • 2k

કાવ્યા રાતના બે વાગ્યે ફરી પેલી માનવ આકૃતિ ને જોઈ જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે.કાવ્યાની ચીસ સાંભળીને અમન તરત જ જાગીને કાવ્યા તરફ જોવા લાગ્યો તો કાવ્યા બેડની સામેની દીવાલ તરફ જોઈને ડરી રહી હતી. અમન કાવ્યાનો હાથ પકડીને બોલાવે છે તો કાવ્યા પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી અમનને પોતાની પાછળ રહેલા ઓશિકા વડે મારવા લાગી. અમન ચીસ જેવા અવાજે કાવ્યાને બોલાવે છે,"કાવ્યા, હું છું અમન જો, તું મને કેમ મારવા લાગી?" કાવ્યાએ હવે જોયું કે પોતે જેને મારી રહી છે તે બીજું કોઈ નહીં પણ અમન છે અને પછી અમનને ગળે વળગીને રડવા લાગી અને કહેવા લાગી,"આઈ