એક માસુમ બાળકી - 16 - છેલ્લો ભાગ

(24)
  • 3.3k
  • 1
  • 1.2k

"પપ્પા, મને એકલી મુકીને તમે કયાં ગયા હતા....???તે અંકલ બહું જ ખરાબ હતા. તેમને મને......"તેમના અધુરા વાકય પુરુ થાય તે પહેલાં જ મે તેમને ગળે લગાવી દીધી."મોમ, તું મારા પપ્પાને ઓળખે છે...??"તેના આ સવાલનો જવાબ અમને બધાને એકમિનિટ માટે શાંત કરી ગયો. પણ તેનો સવાલ ખોટો પણ કયાં હતો. "હમમમ" મે હકારમાં માથું હલાવ્યું ત્યાં જ વિશાલ બોલ્યો."શ્રેયા, તે પરીને જણાવ્યું નહીં કે તું તેમની રીયલ મોમ છે. " હું એક નજરે વિશાલને જોઈ રહી. આટલા વર્ષ સાથે હોવા છતાં પણ જયારે તે મારી ઓળખાણ ના કરાવી શકયો તો હું બે ત્રણ દિવસમાં કેવી રીતે કરાવી શકવાની હતી. "મને લાગતું જ હતું