પ્રિંસેસ નિયાબી - ભાગ 36

(18)
  • 3.6k
  • 3
  • 1.5k

ને એ દિવસ પણ આવી ગયો. સવારથી જ યામનમાં ખૂબ અવરજવર હતી. લોકો હર્ષઉલ્લાસમાં હતા. ચારેતરફ આનંદ જ આનંદ હતો. નિયાબી અને અગીલાએ રંગારંગ કાર્યમાં ભાગ લીધો હોય એવી રીતે તૈયાર થયા હતા. ઓનીર: અગીલા ધ્યાન રાખજે રાજકુમારીની સુરક્ષા પણ જરૂરી છે.નિયાબી: એની કોઈ ચિંતા નથી. આજે જો પકડાઈ પણ જવાય તો પણ લડી લઈશું.ઓનીર ચૂપ થઈ ગયો. અગીલા: તું ચિંતા ના કર હું ધ્યાન રાખીશ. પછી એણે ઓનીરને આંખોના ઈશારાથી સાંત્વન આપ્યું. ઓનીર અને અગીલાએ સાથે જ નક્કી કર્યું હતું બધું. નિયાબી અને અગીલા જ્યારે રાજાને છોડાવવા જશે ત્યારે ઓનીર પોતાની રીતે એમનો સાથ આપશે. જ્યારે એ લોકો રાજાને છોડાવવા જાય ત્યારે જરૂર