"વરસાદી સાંજ" ભાગ-11 બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠો અને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?" અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા. મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ? બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો મમ્મી કેવી વાત કરે છે ? ( ખૂબજ અકળાઈ જાય છે મિતાંશ, મમ્મી પણ તેની વેદના સમજી શકે છે પણ તેમને પણ સમાજનો ડર લાગે છે