કહીં આગ ન લગ જાએ - 1

(45)
  • 5.6k
  • 3
  • 2.9k

પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો મારતાં મીરાં બોલી, ‘મમ્મીમીમીમીમી...........................’મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેનએ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું.. ‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ