એક હું અને એક તું..

(11)
  • 1.7k
  • 1
  • 604

આજે સવાર માં આરતી નો ઘંટ વાગતા આંખ ખુલી એમ થયું કે થોડું વધારે સૂઈ જાઉં પછી એક પછી એક કામ યાદ આવતા ઉઠવું જ પડ્યું ઊઠી ને સીધું કિચન માં જઈ ગરમ પાણી મૂક્યું.અને ગ્લાસમા ભરી મારા નાના ગાર્ડન પાસે આવી. જોયું તો મોગરાના ફુલ મેહકી રહ્યા હતા. ગુલાબની નાની નાજુક કળી પણ મોટી લાગી. થોડું સારુ લાગ્યું. ત્યા ફરી યાદ આવ્યુ કે ટીફીન કરવાનું છે. ફ્ટાફ્ટ કીચન આવી શાક સમાર્યુ અને લોટ કર્યો. રાઘવને ઉઠાડ્યા. વચ્ચે યાદ આવ્યું કે દૂધવાળો નથી આવવાનો ઓહ લેવા જવુ પડ્યું. આજ સવારની કહાની. કંંઈ નવી વાત ના લાગી ને પણ શુ કરીએ આજ