"દીકરી" આ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં એક પ્રેમની લાગણી છલકાઈ આવે છે. " બેટી બચાઓ બેટી પઢાઓ " આ અભિયાન વિશે તો બધાએ સાંભળ્યું જ હશે. પરંતુ હજી કેટલાય સમાજોમાં આ અભિયાન બસ સાંભળવા પૂરતું જ સીમિત રહી ગયું છે. હજી કેટલાય એવા લોકો છે કે જેણે દીકરીના જન્મથી ખુશી નથી થતી. બધાને બસ દીકરો જ જોઈએ છે. જરાક વિચાર કરશો તો સમજાશે કે એક દીકરાનો જન્મ પણ એક સ્ત્રીમાંથી જ થયો છે. સ્ત્રી વગર તો આ સમાજ, આ દુનિયા બધું જ અધૂરું છે. પોતે