ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ-2

(40)
  • 5.1k
  • 1
  • 1.8k

પેલા ભુવાએ ભૂત બતાવવાની વાત કરી અને ઉત્સાહમાં આવીને જ્યંતિએ હા તો પાડી દીધી પરંતુ તેના મનમાં ઘણાં સવાલો રમવા માંડ્યા હતાં. એટલું જ નહીં પરંતુ ઘરે બા ને આ વાત કરવી કે નહીં એની મુંઝવણ પણ હતી. આજના સમયમાં બાળકો પોતાના પેરેન્ટ્સને પૂછ્યા વિના આઉટ ઑફ ઇન્ડિયા પણ જઈ આવે પરંતુ આ તો દાયકાઓ પૂર્વેની વાત છે જ્યારે ભારતને તાજી તાજી આઝાદી મળી હતી. ત્યારના સમયમાં મા બાપને પૂછ્યા વિના છોકરાઓ ઘરનો ઉંબરો પણ પાર કરતાં નહીં. હવે મૂળ વાર્તા પર પાછા ફરીએ તો જ્યંતિ તેની બા ને બધી વાત કરવા માટે એટલે મુંઝવાતો હતો કે તેની બા ને ચિંતા