રાજકારણની રાણી - ૬

(62)
  • 6.6k
  • 2
  • 3.9k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬ જતિન એ છોકરીનું મોં જોવા તલપાપડ બન્યો હતો. પણ ખબર ન હતી કે એનો સુંદર ચહેરો જોઇને જતિનનું મોં પડી જવાનું હતું. જતિન એ છોકરી સાથે 'હાય હેલો!' કરવા ઉત્સાહથી આગળ વધ્યો હતો. તેને એમ હતું કે કાર્યાલયમાં પક્ષના જે નવા કાર્યકરો નોંધાયેલા છે એમાંની કોઇ હસીન છોકરી હોય તો તેને આગળ વધવાની તક આપી શકાય. જતિને આવી ઘણી છોકરીઓને આગળ વધવાની લાલચ આપી નાના-મોટા હોદ્દા પર બેસાડી હતી. એમાં તેનો અંગત સ્વાર્થ રહ્યો હતો. આજે ફરી કોઇ સુંદર છોકરી આવી છે એમ વિચારી મનોમન ખુશ થતા જતિનને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો