વેધ ભરમ - 6

(169)
  • 10.4k
  • 6
  • 6.5k

રિષભે કિરીટભાઇને પ્રશ્ન પૂછવાની શરુઆત કરતા કહ્યું “હા તો કિરીટભાઇ પહેલા તમે એ કહો કે તમે એવુ કયા આધારે કહી શકો છો કે દર્શનભાઇએ આત્મહત્યા કરી નથી. ક્યારેક સંજોગો એવા હોય તો ગમે તેવો માણસ તુટી જાય છે.” આ સાંભળી કિરીટભાઇએ કહ્યું “હું ત્યારથી આ કંપનીમાં છું જ્યારે દર્શનના પપ્પા વલ્લભભાઇ બિઝનેસ સંભાળતાં હતાં. મે દર્શનને મારી નજર સામે આગળ વધતો જોયો છે. તેનામાં એક શિકારી જેવુ ઝનૂન હતું. તેના પપ્પાને બિઝનેસમાંથી હટાવી તે આવી ગયો ત્યારે એક સમયે મે આ નોકરી છોડી દેવાનું વિચાર્યુ હતુ. અને ત્યારે દર્શને મને બોલાવીને કહ્યું હતું કે કિરીટકાકા તમને જ્યારે પણ લાગે કે