વસવસો - 2

  • 2.9k
  • 664

ક્રમશઃ ભાગ બીજો ૧૭-૦૮-૨૦૧૮ હું મારાં રૂમમાં સૂતો ફોનમાં ગેમ રમી રહ્યો હતો. ભાઈ, એક કામ કરવું મારું..?? મંથને મારા રૂમમાં આવીને મને પૂછ્યું. બોલને શું હતું.??? મેં ગેમ રમતાં રમતાં જ મંથનને જવાબ આપ્યો. મારી અને પપ્પાની આંયથી મોરબી લગણની ટિકિટુ બુક કરવી છે. કોઈ હારી ટ્રાવેલસમાં. કરી દેસ ..?? મેં મંથનની સામે જોઈ એને હકારમાં ઈશારો કરી દીધો, પણ એકદમ લાગણીશીલ મંથન દરવખતની જેમ મને કારણ બતાવવા લાગ્યો કે કેમ એ મારી પાસે ટિકિટ બુક કરાવે છે. એમાં એવું છે ને ભાઈ, કે પપ્પા આયવા છે તી મને થયુ લાવ એને આય વડોદરામાં થોડું ફેરવી દઉં. વારે વારે