અનિરુદ્ધ અને શ્રાવસ્ત એક શ્વાસે જાણે સાંભળતા હોય એમ બેસ્યા.ઇન્સ્પેકટર અજય તોમરે બોલવાનું શરૂ કર્યું... આ જે કંઈ બની ગયું છે એ તમારા પપ્પા નાં વધુ પડતાં લોકો પર વિશ્વાસ ને કારણે થયું છે. અને બીજી વાત અંહીયા માફિયા રાજ ને કારણે જેમણે પણ આ કરાવ્યું છે એમાં એનો સાથ લેવામાં આવ્યો છે. પણ સર આવું કોણે કરાવ્યું????આવી રીતે માણસને હેરાન કરવામાં આવી રહ્યા એ કંઈ દુશ્મનાવટ હોય શકે??? અમને જ્યાં સુધી ખબર પડી કે આ એકદમ સુનિશ્ચિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને તમારા પપ્પા આ જાળમાં ફસાઈ ગયા છે. તો સર એ લોકો કોણ છે અને એમની ધરપકડ કેમ નથી કરી??