પગરવ - 2

(94)
  • 5.2k
  • 8
  • 3.9k

પગરવ પ્રકરણ – ૨ સાંજ પડતાં સુહાની ફરી જમવાની થાળી તૈયાર કરવાં લાગી... બધું મુકીને બોલી, " અરે એક વસ્તુ તો ભૂલી જ ગઈ બાને તો એનાં વિના ભાવશે નહીં...તોય બિચારા ના હોય તોય ક્યાં હવે કંઈ કહે છે...બસ પેટ ભરે છે ને જિંદગી ગુજારે છે..." ત્યાં જ વીણાબેન ડબ્બો લઈને આવ્યા ને બોલ્યાં, " લે આ મોહનથાળ સવિતાબેનનો મનગમતો છે...આ જ શોધતી હતી ને ?? " સુહાની : " હા મમ્મી...આટલો ભરેલો ડબ્બો..?? " વીણાબેન : " આ બે ટૂકડાં હતાં તો રાત્રે તારાં પપ્પા એ ખાધાં હતાં આથી સવારમાં જ મેં બનાવી દીધો ફરી..." સુહાની ખુશ થઈને બોલી,