પ્રતિશોધ પ્રથમ અંક - 16

(185)
  • 6.4k
  • 9
  • 3.8k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:16 મે 2002, અબુના, કેરળ અબુના પર હવે છઠ્ઠી વિપદા રૂપે તીડનાં ટોળાંઓએ આક્રમણ કરી દીધું છે સાંભળતા જ કેશવના ઘરની બહાર બેસીને ચર્ચા કરી રહેલાં બધાં કેશવના ઘરમાં જઈને ભરાઈ ગયાં. એ લોકોને ચેતવનાર વ્યક્તિ પણ આવીને કેશવનાં ઘરમાં ઘૂસી ગયો. એ બધાં લોકોએ ફટાફટ ઘરનાં બધાં બારી-બારણાં બંધ કરી દીધાં. પાંચ મિનિટમાં તો એક વિચિત્ર પ્રકારનો અવાજ એ લોકોનાં કાને પડઘાયો. કેશવના ઘરની કાચની બારીમાંથી પંડિતે અને બીજાં લોકોએ બહારનું દ્રશ્ય જોયું તો એમનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. લાખોની સંખ્યામાં તીડ પાણીનાં પ્રવાહની માફક એ લોકોનાં ઘર તરફ આગળ વધી રહયાં હતાં. રસ્તામાં