ઉમાશંકર જોશી સ્મરણાંજલિ

(15)
  • 8.3k
  • 2.6k

ઉમાશંકર જોષી સ્મરણાંજલિ ગાંધીજી, નાનાલાલ અને મુનશીજી પછીના ‘યુગ પ્રચારક સાક્ષર’તરીકે કવિશ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જેમને ઓળખાવ્યા છે....તે ઉતમસર્જક,કવિ,એકાંકીકાર,વાર્તાકાર,નિબંધકાર,વિવેચક,સંશોધક,અનુવાદક,સંપાદક,આજીવનશિક્ષક અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૧ના સાબરકાઠાના ઇડર તાલુકાના બમણા ગામમાં થયો હતો. સાહિત્ય ક્ષેત્રે જેટલી પણ પદવી હોય તે બધી ઉપર દર્શાવ્યા મુજબ મૂર્ધન્ય કવિ,લેખક શ્રી ઉમાશંકરને લાગુ પડી શકાય એટલું વિશિષ્ટ અને અસંખ્ય સાહિત્યોનું પ્રદાન કરી, સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું છે.ગુજરાત અને ગુજરાતીને ભક્તિથી ગાનારા આ ઉમાશંકર કાલિદાસ અને રવિન્દ્રનાથની કોટિએ પહોચ્યા છે. બમણા ગામમાં 4 ધોરણ પાસ કરીને વધુ અભ્યાસની સગવડ ન મળતા ઇડરની શાળામાં છાત્રાલયમાં રહીને અંગ્રેજી 7